
*ચોરી તેમજ છળકપટથી મેળવેલ તાંબા-પિતળનો મુદ્દામાલ કિ.રૂ.૨,૫૩,૬૦૦/- સાથે બે ઇસમો ને પકડી પાડતી અલંગ મરીન પોલીસ*
મહે.પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ, ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ ની સુચના અને નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર.એચ.જાડેજા સાહેબ મહુવા તેમજ અલંગ તથા અલંગ મરીન પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સપેક્ટરશ્રી એસ.બી.ચૌધરી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ અલંગ શીપબ્રેકીંગ યાર્ડમાં તેમજ જહાજોમાં થતી ચોરીઓની પ્રવૃતિ અટકાવવા કરેલ સુચના અંગે તા.૩૦/૧૦/૨૦૨૦ ના રોજ અલંગ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતાં દરમ્યાન મીઠીવીરડી ગામે આવતાં હેઙ.કોન્સ. દિનેશભાઇ માયડા નાઓને ખાનગીરાહે બાતમી મળેલ કે, મીઠીવીરડી ગામના દરિયા કીનારે નરશીભાઇ ઉર્ફે નરેશ ધીરૂભાઇ ડાભી રહે.મીઠીવીરડી વાળાની હોડીમાંથી અમૂક ઇસમો તાંબા-પિતળનો ભંગારની હેરા-ફેરી કરે છે. જેથી તુરંત જ બાતમીવાળી જગ્યાએ પોલીસ સ્ટાફ સાથે જતાં મજકુર આરોપીઓ *નં.(૧)રાજુભાઇ ઉર્ફે પડકુ વિક્રમભાઇ ચૌહાણ જાતે.કોળી ઉવ.૧૯ ધંધો.મજુરી રહે.સરતાનપર ગામ, આગરીયા શેરી, તા.તળાજા, તથા નં.(૨) હરેશભાઇ ઉર્ફે હરી વિનુભાઇ બારૈયા જાતે.કોળી ઉવ.૨૩ ધંધો.મજુરી રહે.સરતાનપર ગામ, ચારકેડે વાડી વિસ્તાર, તા.તળાજા,* વાળાઓ મળી આવેલ અને તેની બાજુમાં આરોપીઓના કબ્જામાં રહેલ હોડીમાં ચેક કરતાં હોડીમાંથી તાંબા-પિતળ તથા સ્ટીલ તથા ઇલેટ્રીક કેબલ વાયર મળી આવેલ જેના બીલ, આધાર માંગતા ઉપોરક્ત આરોપીઓ પાસે કોઇ બીલ આધાર ન હોવાનુ જણાવતાં આરોપીઓ એ આ મુદ્દામાલ ચોરી અગરતો છળકપટથી મેળવેલ હોવાનું જણાતાં તાંબા-પિતળ તથા સ્ટીલ તથા ઇલેટ્રીક કેબલ વાયર *૩૭૦ કિ.ગ્રા. તેમજ મુદ્દામાલની હેરાફેરી કરવા માટેની હોડી મળી કુલ કિ.રૂ.- ૨,૫૩,૬૦૦/-* નો મુદામાલ સાથે બે ઇસમોને પકડી પાડેલ છે. અને આરોપીઓ પાસેથી મળી આવેલ મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ કબ્જે કરી આરોપીઓ ને સી.આર.પી.સી. ક.૪૧(૧)(ડી) મુજબ અટકાયત કરી આરોપીઓ વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરેલ છે. તેમજ પકડાયેલ આરોપીઓ સાથે મદદગારીમાં રહેલ આરોપીઓ છગનભાઇ ડાયાભાઇ ચૌહાણ રહે.સરતાનપર, તથા જીતુભાઇ ડાયાભાઇ ચૌહાણ રહે.સરતાનપર, તથા ભાવેશભાઇ રહે.કોળીયાક, તથા હીંમતભાઇ રહે.કોળીયાક, વાળાઓ હોડી લઇ નાસી ગયેલ છે. તેઓને સત્વરે પકડી પાડવા અલંગ મરીન પોલીસે ગતિવિધી શરૂ કરેલ છે.
આ કામગીરીમાં અલંગ મરીન પોલીસ સ્ટેશન ના હેઙ.કોન્સ. ડી.જે.માયડા તથા પો.કોન્સ. જગાભાઇ સોલંકી તથા હેઙ.કોન્સ. લાખાભાઇ બોરીચા વિગેરે પોલીસ સ્ટાફના માણસો હતાં.
રિપોર્ટ: હિંમતભાઈ મકવાણા
0 Comments