


ગારિયાધાર
ગારિયાધાર માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ ૧૭૫ તથા ફોરવ્હિલ કાર મળી કુલ કિ.રૂ.૩,૨૦,૦૦૦/- નો મુદામાલ પકડી પાડતી ભાવનગર જીલ્લા ની ગારીયાધાર પોલીસ
ગારીયાઘાર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ વી.વી.ધ્રાંગુ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ અમીતભાઇ ડાંગર તથા કોન્સ્ટેબલ રાજુભાઇ ડાંગર નાઓને સંયુકત બાતમીરાહે હકિકત મળેલ કે ગારીયાઘાર વાવ પ્લોટ ખાતે રહેતા અલ્તાફ ઉર્ફ અલુ હબીબભાઇ પીપરાણી પોતાના રહેણાક મકાને ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી વેચાણ કરે છે તેવી હકિકત મળતા બાતમી આધારે પ્રોહી.રેઇડ કરતા નીચે મુદામાલ મળી આવેલ હતો (૧)ભારતીય બનાવટનો વિદેશી દારૂની રોક સ્ટાર ડિલકસ વ્હિસ્કી ૭૫૦ મી.લી ફોર સેલ ઇન અરૂણાચલ પ્રદેશ લખેલ સીલપેક બોટલો નંગ ૧૭૫(એક સો પંચોત્તેર) કિ.રૂ.૭૦,૦૦૦/-
(૨)મારૂતી સુઝુકિ કંપનીની ફોરવ્હિલ નં.GJ 06 PA 2914 કિ.રૂ.૨,૫૦,૦૦૦/- મળી કુલ રૂ.૩,૨૦,૦૦૦/-નો મુદામાલ તપાસ અર્થે કબ્જે કરેલ છે આમ ઉપરોકત ઇસમને ત્યાગી ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ ૧૭૫ તથા ફોરવ્હિલ કાર મળી કુલ કિ.રૂ.૩,૨૦,૦૦૦૦/- નો મુદ્દામાલ પકડાયેલ અને આરોપી નાસી જતા મજકુર ઇસમ સામે પ્રોહિ કલમ ૬૫(એ)(ઇ),૧૧૬(બી),૯૮(૨) મુજબ ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.
રિપોર્ટર મુકેશ એસ કંટારીયા ગારિયાધાર
0 Comments