જલચરોને ભોજન આપતા આપતા ભાવનગરના આધેડનું દામનગરમાં મોત થતાં સમગ્ર પંથકમાં શોકનું મોજુ. ભાવનગરમાં રામ મંત્ર મંદિર નજીક ચંદ્રવિલામાં રહેતા ૫૦ વર્ષીય મુકેશભાઈ ગોપાલભાઈ સોલંકી ( મોચી ) દામનગરમાં રહેતા તેમના સાળા રામભાઈ ટપુભાઈ પરમારને ત્યાં આવેલ ત્યારે આજરોજ શુક્રવારના દામનગરમાં આવેલ શ્રી કુંભાનાંથ મહાદેવના દર્શન કરી બાજુમાં આવેલ તળાવમાં પાછળની બાજુએ પાણીમાં રહેલી માછલીઓને મમરા ખવરાવી રહ્યા હતા ત્યારે અચાનક પાણીમાં ૧૦ - ૪૦ કલાકે પડીજતા તરવૈયાઓની મદદથી ત્રણ કલાકની જહેમત બાદ મૃત હાલતમાં મળી આવતા શોક છવાઈ ગયો હતો.પોલીસને જાણ કરાઈ ને સરકારી દવાખાને લઈ જઈ આગળની કાર્યવાહી કરી હતી.શોધખોળ દરમિયાન દામનગર નાયબ મામલતદાર,તલાટી મંત્રી,અને સામાજિક કાર્યકરો જરૂરી મદદ કરી હતી.
રિપોર્ટર મુકેશ એસ કંટારીયા ગારિયાધાર
0 Comments