દેશમાં વધી રહેલા મહિલા અત્યાચાર વિરુદ્ધ તા.31.10.2020ના રોજ આમ આદમી પાર્ટી બનાસકાંઠા જિલ્લા/તાલુકાના પદાધિકારીઓ દ્વારા વિરોધ પ્રદર્શનકરવામાં આવ્યું.*

*દેશમાં વધી રહેલા મહિલા અત્યાચાર વિરુદ્ધ તા.31.10.2020ના રોજ આમ આદમી પાર્ટી બનાસકાંઠા જિલ્લા/તાલુકાના પદાધિકારીઓ દ્વારા વિરોધ પ્રદર્શનકરવામાં આવ્યું.* ગુજરાતમાં રોજે રોજ બળાત્કારની ઘટનાઓ નિર્મમ પણે વધી રહી છે ! છેલ્લા બે વર્ષ દરમ્યાન ૨૭૦૦ જેટલી બળાત્કારની ઘટનાઓ ઘટી છે ! ઓક્ટોબર મહિના દરમ્યાન પણ લગભગ રોજે રોજ બળાત્કારની ઘટનાઓ જોવા મળી છે. ગુજરાત બળાત્કારનું હબ બનવા જઈ રહ્યું છે ! ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળી ગયાં છે. મહિલાઓ - બાળાઓ સુરક્ષિત નથી. સરકાર સંવેદનહિન બની છે.તેવું પ્રદેશ સંગઠન મંત્રી રમેશ નભાણીએ જણાવ્યું હતું..ગુજરાતની ભાજપ સરકાર વોટની રાજનીતિ કરે છે .જ્યારે કોઈ લોકો કે પક્ષ ન્યાય માટે અવાજ ઉઠાવે છે તો તેમનો અવાજ દબાવવામાં આવે છે હવે અમે કરીશું કામની અને ન્યાયની રાજનીતિ ...તેવું જિલ્લા કાર્યકારી અધ્યક્ષ મેલાજી ઠાકોરે જણાવ્યું હતું.. આમ, જ્યારે કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે ત્યારે જિલ્લાની બેન બેટીઓને સક્ષમ બની પોતે પોતાની રક્ષા કરવા જાગૃતિ લાવવાનો અને અત્યાચારો અટકાવવા સંદર્ભમાં ભાજપ સરકારને જાગ્રત કરવા - ખબરદાર કરવા અને લોકોને સાવધાન કરવા આમ આદમી પાર્ટી, બનાસકાંઠા જિલ્લા એકમ નો પ્રોગ્રામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ બેનર - પ્લેકાર્ડ સાથે મોટી સંખ્યામાં હાજર રહી વિરોધ - પ્રદર્શન કરવામાં આવ્યું. બનાસકાંઠા જિલ્લામાં વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ પ્રદેશ સંગઠન મંત્રી શ્રી રમેશભાઈ નાભાણી અને જિલ્લા અધ્યક્ષ મેલાજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યું...વિરોધ પ્રદર્શનમાં પાલનપુર તાલુકા પ્રમુખ કાંતિભાઈ પટેલ,તથા જિલ્લા પદાધિકારીઓ ,મહિલા પ્રમુખ રોશનીબેન ઠક્કર ,.ઉપપ્રમુખ યાસીન મકરાની,મહામંત્રી કામરાજભાઈ ભૂતળિયા, કાર્યાલય મંત્રી મુકેશભાઈ ખડલા લઘુમતી સેલ કન્વી.સરફરાઝભાઈ ,સોસીયલ મીડિયા કન્વી.હસમુખભાઈ ઠાકોર, શિક્ષણ સમિતિ કન્વી,અજિતભાઈ બારોટ,માનહરદાન ગઢવી ,ડીસા શહેર નાહીલા પ્રમુખ ચંદ્રિકાબેન, મહેશ ગોળવાડિયા, મુસ્તકિંમભાઈ મેમણ,પ્રતાપભાઈ મનવર ,પાલનપુર શહેર મહામંત્રી જગદીશભાઈ પરમાર ,ગમાનભાઈ સીંદલ,નરેશભાઈ રાણા,લખમાનભાઈ પરમાર,કુલદીપ બારોટ,દાંતીવાડા,જીતુભાઇ બારોટ ઉત્તમભાઈ ,જાવેદભાઈ પરમાર પાલનપુર,અસ્વીનભાઈ વણસોલા પોપટજી ઠાકોર,લાલિતભાઈ વાણીયા,વિગેરે તમામ કાર્યકર્તાઓ હાજર રહેલા .... રમેશભાઇ નાભાણી પ્રદેશ સંગઠન મંત્રી અને બનાસકાંઠા જિલ્લા પ્રભારી આમ આદમી પાર્ટી ગુજરાત... રિપોર્ટર: ખેરાળીયા વિનુભાઈ રાજકોટ

Post a Comment

0 Comments