મહુવા સર્કિટ હાઉસમાં પત્રકાર મિત્રોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

મહુવા પી. આઈ. શ્રી ની ઉપસ્થિતિ માં મહુવા ના પત્રકારો નું સ્નેહ મિલન યોજાયું
આજરોજ સવારના મહુવાના સર્કિટ હાઉસ ખાતે પત્રકાર એકતા પરિષદ મહુવા નો નૂતન વર્ષ નો સ્નેહ મિલન કાર્યક્રમ મહુવા ના કાર્યદક્ષ અને કર્મશીલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ. જી.ભરવાડ સાહેબ ની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ ડી સ્ટાફ ના એ.એસ.આઈ. શ્રી ભગતજી , એલ. આઈ. બી. ના એ. એસ. આઈ. શ્રી અશોકભાઈ જોષી ની હાજરી માં યોજાયેલ.
આ વેળા એ પત્રકાર એકતા પરીષદ મહુવા ના પ્રમુખ શ્રી દિનેશરાજ રાવલિયા એ પી.આઇ. શ્રી ભરવાડ સાહેબ નુ ફુલહાર થી સ્વાગત સન્માન કરેલ જયારે શ્રી અશોકભાઇ જોષી તથા શ્રી ભગતજી અને પી. આઈ. શ્રી ભરવાડ સાહેબ નું પત્રકાર શ્રી કિશોરભાઈ શ્રીમાંકર ,શ્રી પરેશભાઈ જીતિયા, શ્રી રમેશભાઈ મકવાણા, શ્રી રૂપેશભાઈ ધોળકિયા અને જુબેરભાઈ ગનેજા દ્વારા ફુલહાર થી સન્માન કરવામાં આવ્યું હતુ.આ તકે મહુવા પોલીસ તરફ થી અશોકભાઈ જોશી દ્વારા પત્રકાર પ્રમુખ શ્રી દિનેશરાજ રાવલિયા નું ફુલહાર થી સન્માન કરેલ. પીઆઇ શ્રી ભરવાડ સાહેબ દ્વારા મહુવા માં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે દરેક મહુવાવાસીઓ નો તથા પત્રકારો નો સાથ અને સહકાર મળે તે માટે અપીલ કરી ને પત્રકારો ને નવા વર્ષની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. પ્રમુખ શ્રી દિનેશરાજ રાવલિયા ની આભારવિધિ સાથે ખૂબ જ ઉષ્માભર્યા માહોલ માં કાર્યક્રમ સંપન્ન થયો હતો..

Post a Comment

0 Comments