મહુવા તાલુકા ના કતપર ગામે વાલ્મિકી સમાજ ની જમીન પર અન્ય સમાજ દ્વારા દબાણ મામલે થયેલ સુખદ સમાધાન

મહુવા તાલુકા ના કતપર ગામના વાલ્મિકી સમાજની જમીન નું ઘણા વર્ષો થી અન્ય સમાજ ના લોકો દ્વારા દબાણ કરવામાં આવેલ હતું. તે જમીનદબાણ બાબતે બંને પક્ષો વચ્ચે વૈમનસ્ય ઉભું થતા મહુવા ટાઉન પોલીસ સ્ટેશન માં આવેલ ત્યારે મહુવા ટાઉન પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ. જી. ભરવાડ સાહેબ અને હેડ કોન્સ્ટેબલ શ્રી દિલુભાઈ આહિર એ માનવતાલક્ષી અભિગમ અખત્યાર કરતા વાલ્મિકી સમાજ ગુજરાત સંગઠન ના આગેવાનો અને અનુસૂચિત જાતિ સમાજ મહુવા ના પીઢ અગ્રણી શ્રીદિનેશરાજ રાવલિયા સાહેબે મધ્યસ્થતા કરી બંને પક્ષો ને ભાઈચારો રાખવા અને સંપ તથા સહકાર રાખવા સમજાવી અને સુખદ સમાધાન કરાવેલ છે. જેમાં વાલ્મિકી સમાજ સંગઠન ગુજરાત ના પ્રદેશ ઉપપ્રમુખ શ્રી ગોપાલભાઈ બેરડીયા પ્રદેશ સંગઠન ના મુખ્ય સલાહકાર શ્રી રતિલાલભાઈ બારૈયા,મહુવા શહેર પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ બારીયા, મહુવા શહેર ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ મહિડા બીકે,શ્રી રાજુભાઈ મહિડા,દિનેશભાઈ મહિડા રાજુભાઈ ચૌહાણ, ધીરજભાઈ મહીડા,રવજીભાઈ ચૌહાણ તેમજ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ પ્રમુખ અને પીઢ આગેવાન શ્રી
દિનેશરાજ રાવલિયા ઉપસ્થિત રહી અને મધ્યસ્થી બની બંને પક્ષો ના લોકો વચ્ચે સુખદ સમાધાન કરાવતા બંને સમાજ ના લોકોએ શ્રી દિનેશરાજ રાવલિયા,વાલ્મિકી સમાજ ના આગેવાનો, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભરવાડ, હેડ કોન્સ્ટેબલ શ્રી દિલુભાઈ નો ખૂબ ખૂબ આભાર માનેલ છે.
0 Comments