
જૂનાગઢ બટાકાની આડમાં હેરફેર કરાતી હતી દારૂની બોટલો
પોલીસે દારૂ સહિત ૧૮ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી રીઢા બુટલેગર સામે ગુનો નોંધ્યો
જૂનાગઢ ના સાબલપુર ચોકડી વિસ્તારમાંથી દારુનો ધિકતો ધંધો કરતો કુખ્યાત બુટલેગર ધીરેન અમૃતલાલ કારીયા દ્વારા બટાકાની આડમાં હેરફેર કરવામાં આવી રહેલ વિદેશી દારૂની ૨૨૯ પેટી જેમાંથી ૨૭૪૮ બોટલ દારૂ મળી આવ્યો હતો તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૧૮,૬૭, લાખ થી વધુનો મુદ્દામાલ કબ્જે કરી એક ઇસમને પકડી પાડી ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ ની ટીમે પ્રોહીબીશન ધારા હેઠળ કેસ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી
આ અંગે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી ની સુચના તેમજ એસ.પી. રવિતેજા નાં માર્ગદર્શન હેઠળ પ્રવર્તમાન સમયમાં વિદેશી દારૂ તથા જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા અને આવી પ્રવૃતિ કરતા ઇસમો ને દબોચી લઇ ગેરકાયદેસરની પ્રવૃતિને સંપુર્ણપણે ડામી દેવા સુચના આપેલ હોય. જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના ઇચા.પી.આઈ.જે.જે.પટેલ તથા પી.એસ.આઇ જે.જે.ગઢવી અને ડી.કે.ઝાલા તથા સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય. તેમજ ડી.જી.પી. સાહેબ દ્વારા આગામી સમયમાં હોળી ધુળેટીના તહેવાર સબબ પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ પર રોક લાવવા પ્રોહીબીશન ડ્રાઇવનું આયોજન કરવા જણાવવામા આવેલ. જે અન્વયે જિલ્લામાં તા.૦૧,લી માર્ચ થી તા.૦૮, મી માર્ચ સુધી ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હોય, જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત પ્રયત્નશીલ હોય અને આજરોજ ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢની ટીમને ખાનગીરાહે હકિકત મળેલ કે, ટાટા ૪૦૭ રજી.નં. જીજે-૧૪-ઝેડ-૦૭૮૭ માં ગેરકાયદેસર દેશી બનાવટના વિદેશી દારૂના મોટા જથ્થાની હેરાફેરી ચાલુ છે અને આ ટ્રક હાલ રાજકોટ તરફથી જૂનાગઢ તરફ આવે છે અને આ ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે. જે દારૂના જથ્થાનુ સાબલપુર ચોકડી નજીક કટીંગ કરવાના છે. તેવી ચોક્ક્સ બાતમી મળતા સાબલપુર ચોકડી ખાતે વોચમાં રહેતા ઉપરોકત હકિકતવાળો ટ્રક આવતા રોકાવી ચેક કરતા ટ્રકના ઠાઠામાં બટાકાની બોરીઓ ઉચકાવી ચેક કરતા ૨૨૯, પેટી દારૂ નો જથ્થો મળી આવતા મજકુર ઇસમ પકડાયેલ આરોપી દેવદત બાવકુ બસીયા કાઠી દરબાર ઉવ.૩૮ રહે. હાલ બ્લોક નં.૩૦૬, ગોપી એપાર્ટમેન્ટ, નકલંક આશ્રમ, જીથુડી રોડ, જેતપુર જી. રાજકોટ ગ્રામ્ય મુળ ગામ- હનુમાનખીજડીયા, તા.વડીયા જી.અમરેલી ને દારુના જથ્થા બાબતે પુછતા આ દારૂ ધીરેન અમૃતલાલ કારીયા લોહાણા રહે, જૂનાગઢ વાળાએ મંગાવેલ હોવાની હકિકત જણાવેલ. જેથી પ્રોહીબીશનનો તમામ મુદામાલ કબ્જે કરી પ્રોહીબીશન ધારા હેઠળ ઝડપાલ આરોપી દેવદત્ત બસીયા, ધીરેન કારીયા,અને જૂનાગઢ ના ગિરનાર દરવાજા વિસ્તારમાં રહેતો ભગા કરસન ભરાઈ સામે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધાવવામાં આવેલ તેમજ આ દરમિયાન ૨૦ બોરી બટાકા ટ્રક રોકડ મોબાઇલ સહિત ૧૮,૬૭,૯૮૦. નો મુદ્દા માલ કબ્જે કર્યો હતો.
રિપોર્ટર -રાવલિયા મધુ કેશોદ
0 Comments