જેસરની મહેતા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા જેવો અનુભવ કર્યો..!

જેસરની મહેતા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા જેવો અનુભવ કર્યો. જેસરની શ્રી બ.ગો.મહેતા વિદ્યાલયમાં હાલ દ્વિતીય પરીક્ષા શરૂ છે. ત્યારે હાલ નાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ ને બોર્ડ પરીક્ષા નો એકપણ અનુભવ ન હોવાથી બોર્ડની પરીક્ષાનો અનુભવ, વાતાવરણ અને સમય-બાબતે ખ્યાલ આવે તે માટે એક દિવસ બોર્ડ પરીક્ષા ની જેમ પરીક્ષા લેવામાં આવેલ. જેમાં 15 મિનિટ વાંચન,બારકોડ સ્ટીકર,હોલો સ્ટીકર કઈ રીતે લગાવવામાં આવે, ઉમેદવારની સહી માટે 01 પત્રક, અને ત્રણ કલાકના છેલ્લી 10 મિનિટમાં લખેલ પાનાંની સંખ્યા જણાવવી. વગેરે ઝીણવટ ભરી બાબત સાથે શાળાના 10 અને 12ના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સાથે સમગ્ર પરીક્ષાના સમય દરમિયાન CCTV કેમેરા દ્વારા મોનીટરીંગ પણ કરવામાં આવેલ.વિશેષ શાળાના કર્મચારી દ્વારા બ્લોક સૂપર વાઇઝર,સ્કવોર્ડની કામગીરી પણ કરવામાં આવેલ.અંતે વિદ્યાર્થીઓ ના પ્રતિભાવો પણ લેવામાં આવેલ.બારકોડ બનાવવા,પત્રક 01 અને હોલો સ્ટીકર બનાવવા વગેરે સમગ્ર કામગીરી શાળાના શિક્ષક શ્રી પંકજભાઈ ચૌહાણ અને શ્રી કે.આર.વાઢેરે કરેલ .વિદ્યાર્થીઓ માટે ઇનોવેટિવ કાર્ય બદલ શાળાના ઈન આચાર્ય શ્રી આર.જે.ગુજરીયા અને સુપરવાઈઝર શ્રી એન. બી.સરવૈયાએ બન્ને શિક્ષકો ને પુસ્તક દ્વારા બહુમાન કરવામાં આવેલ.શાળા ના ટ્રસ્ટી શ્રી શાંતિભાઈ મહેતા એ સમગ્ર ટિમ ને અભિનંદન આપેલ.સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા કાર્ય ને સફળ બનાવવા પ્રયત્ન કરવા માં આવેલ રિપોર્ટર : અકરમ અગવાન ,જેસર

Post a Comment

0 Comments