ભાવનગરના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે "આંતરરાષ્ટ્રીય ડાર્વિન દિવસ"ની ઉજવણી કરવામાં આવી
વિદ્યાર્થીઓને "ઈવોલ્યુશન ઓફ સ્પિસીઝ" વિષે માહિતગાર કરાયા *
ભાવનગરના નારીગામ પાસે રિજિયોનલ સાયન્સ સેન્ટર (આર.એસ.સી) ભાવનગર ખાતે ૧૨ ફેબ્રુઆરી ના રોજ આંતરરાષ્ટ્રીય ડાર્વિન દિવસ નિમિતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આંતરરાષ્ટ્રીય ડાર્વિન દિવસમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે એક ઇનટ્રેક્ટિવ સેશનનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય ડાર્વિન દિવસ શા માટે ઉજવવામાં આવે છે અને કોણ હતા ચાલ્સ ડાર્વિન તેની માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ "પઝલ ઓફ બાયોલોજિકલ ટ્રી" નામની એક ગેમ રમાડવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ 'થિયરી ઓફ ઈવોલ્યુશન’ના આધારે ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે બાયોલોજિકલ ટ્રી નું પઝલ સોલ્વ કર્યુઁ હતુ.
આ આયોજનમા ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓ , શિક્ષકો અને મુલાકાતીઓએ ખૂબ જ રસપુર્વક ભાગ લીધો હતો. આ સમગ્ર આયોજન જિન્કલ રાઠોડ, નિમેષ શિયાળ, તન્હા મકવાણા, પરમી ચાવડા, રિધ્ધિ જોષી, શેલ્વી ડાન્ગસિયા, રતન કટકીયા, અદિતિબેન જોષીના સયુંકત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજન રિજિયોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટર ડાયરેક્ટર ડૉ . ગિરિશ ગૌસ્વામી ની દેખરેખ હેઠળ કરવામાં આવ્યુ હતુ.
રિપોર્ટર અયુબ રાઠોડ ભાવનગર
0 Comments