શહેરમાં ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે
ભાવનગર શહેરના અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે એ બહુ સારી વાત છે પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ અધિકારીઓ દ્વારા નાના અને મધ્યમ વર્ગના લારી ગલ્લાઓ વાળાને ટાર્ગેટ કરવામાં આવે છે જ્યારે બજારમાં દુકાનદારો એ ગેરકાયદેસર મોટા મોટા બોર્ડ બહાર કાઢેલા છે એ અધિકારીઓને દેખાતા નથી ત્યારે આજે લોકોમાં અનેક સવાલો ઊભા થયા છે અધિકારીઓ દ્વારા વાલા દવલાની નીતિ કેમ રાખવામાં આવે છે કાયદો બધા માટે એક સરખો જ હોય છે તેમ છતાં અમુક દુકાનદારો સામે અધિકારીઓ આંખ આડા કાન કરે છે તયારે લોકોમાં ભારે રોષ ફેલાયો છે
કેમેરા મેન ફિરોજ મલેક સાથે રિપોર્ટર અયુબ રાઠોડ ભાવનગર
0 Comments