બાલવાટીકા પાસેથી બે ઈસમ ઈંગ્લીશ દારૂ અનેબિયર સાથે ઝડપાયા
ભાવનગર તા. ૧૦ ભાવનગરના બોરતળાવ બાલવાટિકા પાસેથી એલ.સી.બી.એ ઇંગ્લિશ દારૂ અને બિયર સાથે બે શખ્સોને ઝડપી લઇ બોરતળાવ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. એલ.સી.બી. પોલીસ કાફલો ગત રાત્રીના સમયે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે બોરતળાવ બાલવાટિકા પાસે રોડ પર જઈ રહેલા ધાર્મિક વિનોદભાઈ બારૈયા રહે. બોરતળાવ તેમજ યુવરાજસિંહ જયુભા ચૌહાણ રહે. ચિત્રા વાળા ને ઈંગ્લીશ દારૂની ૩ બોટલ તેમજ બિયરના ૨૫ ટીન કિં. રૂ. ૫,૮૩૯ સાથે ઝડપી લઇ બંને વિરુદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.
કેમેરા મેન ફિરોજ મલેક સાથે અયુબ રાઠોડ ભાવનગર
0 Comments