વિદેશી દારૂની રીક્ષામાં હેર ફેર કરતા ત્રણ ઇસમોને વિદેશી દારૂની બોટલ નંગ૨૮ તથા રીક્ષા મળી કુલ કિ.રૂ.૧૧૮૯૩૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્ક્વોડની પોલીસ ટીમ
ભાવનગર એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ક્વોડના માણસો ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા આ દરમ્યાન ભાવનગર પેરોલ ફર્લો સ્ક્વોડના હેડ કોન્સ. ભૈપાલસિંહ સમતસિંહ તથા પો.કોન્સ
ઇમ્તિયાઝખાન દિલાવરખાનને બાતમી રાહે હકિકત મળેલ કે. પરેશ ઉર્ફે ઘુઘો વેગડ તથા કૌશીક મુળુભાઇ ગોંડલીયા તથા વિશાલ વીનુભાઇ ખસીયા રહે. તમામ ભાવનગર વાળાઓ ગે.કા. રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂની
રીક્ષામાં રજી નં. GJ-04-A-5673 માં હેર કેર કરે છેઅને હાલ તેઓ તમામ ઘોઘા જકાતનાકા શાક માર્કેટ બજરંગદાસ બાપાની મઢુલી પાસે છે. જેથી સદરહુ બાતમી વાળી જગ્યાએ પોલીસ પાર્ટીએ પંચો રૂબરૂ રેઇડ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ નીચે મુજબના વર્ણન વાળો મળી આવેલ હોય જે અંગે ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન એક્ટ તળે ગુન્હો દાખલ કરાવેલ છે. પકડાયેલ આરોપી ૧ પરેશભાઇ જીણાભાઇ વેગડ ઉવ.૨૬ ધંધો ડ્રાઇવિંગ રહે ઘોઘા જકાતનાકા શાકમાર્કેટ ૨૫ વારીયા બ્લોક નં.૧૬ બજરંગદાસ બાપાની મઢી પાસે ભાવનગર
૨વિશાલભાઇ વીનુભાઇ ખસીયા ઉવ.૩૨ ધંધો હિરા ઘસવાનો રહે. ઘોઘાજકાતનાકા ૨૫ વારીયા બ્લોક નં.૧૨ શાક માર્કેટ બજરંગદાસ બાપાની મઢુલી પાસે ભાવનગર ૩ કૌશીકભાઇ મુળજીભાઇ ગોંડલીયા ઉવ. ૩૨ ધંધો રીક્ષા ડ્રાઇવિંગ રહે જેલ ગઉન્ડ ગવર્મેન્ટ ક્વાર્ટર શંકર ભગવાનના મંદિર પાસે પાણીની ટાંકી પાસે ભાવનગર
કેમેરા મેન ફિરોજ મલેક સાથે અયુબ રાઠોડ ભાવનગર
0 Comments