


પાલીતાણા આમ આદમી પાર્ટી આગેવાનો દ્વારા ડેપ્યુટી કલેકટર આવેદનપત્ર પાઠવ્યું હતું
રીપોર્ટ : મનિષ કટારીયા
પ્રાન્ત અધિકારી શ્રી,
પાલીતાણા . મારફત ગુજરાત સરકાર મુખ્યમંત્રી શ્રી.
વીજ વપરાશ ના દરોમાં વધારો પાછો ખેંચવા ખેડૂતો ને વીજ પુરવઠો નિયમિત આપવા તેમજ જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર લીક થવા બાબત આવેદન પાઠવવા મા આવ્યું
રજુઆત તે તાત્કાલિક યોગ્ય કરવા રજુઆત કરવામાં આવી
(૧)
જાહેર અખબારોમાં મળતી માહિતી મુજબ ગુજરાત વીજ નિયમ પંચે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ ને ચાર કંપની ઓ ને ફયુલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ અંતગર્ત યુનિટ દીઠ ૨૫ પૈસાનો વધારો ઝીંકાયો છે આના કારણે ગુજરાત વીજ ગ્રાહકો માથે માસીક ૨૪૫.૮ કરોડ રૂપિયા નો અને વાર્ષિક ૨૯૫૦ કરોડ રૂપિયા નો આથિક બોજ વધશે
સરકાર પાવર પ્લાન્ટ ની ક્ષમતા ઘટાડી ને ખાનગી પાવર પ્લાન્ટ ને પ્રોત્સાહન આપવાની ગુજરાત સરકારે શરૂ કરેલી નિતીનો ભોગ હવે ગુજરાતની જનતા બની રહી છે સરકાર ની આવી નિતિથીગુજરાતનો મધ્યમ અને ગરીબ વર્ગના પીસાઈ રહો છે હાલ શ્રમિક વર્ગ ખેડૂતો નાના વેપારીઓ અને નાના ઉધોગ કારો સહિત નો ગુજરાત નો માધ્યમ વર્ગ મોંઘવારી ના ચક્કરમાં પીસાઈ રહો છે તેવા સમયે જીવન જરૂરીયાત વસ્તુ એટલે કે વીજળી ના ભાવ વધારવાથી વધુ ચિંતા છે
આમ આદમી પાર્ટી ગુજરાત તેમજ પાલીતાણા વતી અમારી રજુઆત ને ધ્યાને લઈ આ વધારો તાત્કાલિક રદ કરવા માટે જરૂરી હુકમો કરવામાં આવે દેશ બીજા રાજ્યોમાં જોવા જ ઈએ તો જીવન જરૂરીયાત વીજ પુરવઠો મફ્ત આપવામાં છે જ્યારે ગુજરાત માં મોટા ભાગે પાવર ઉત્પન્ન થતો હોય તેમ છતાં ખેડૂતો તેમજ ગુજરાત ના લોકોને વીજ પુરવઠો નિયમિત વિના વિક્ષેપે મળતો નથી તેમજ સતત ભાવ વધારો થતો જાય છે
(૨)
પાલીતાણા તાલુકાના તમામ ગામોમાં ખેડૂતો ને દિવસ અને રાત્રે જે મુજબ રોટેશન ચાલતું હોય તે મુજબ નિયમિત વારા મુજબ સળંગ પાવર આપવામાં આવે તેમજ જે ગામો માં સરકાર શ્રી ની કિસાન સુયોદત યોજના નો લાભ મળતો હોય તે મુજબ દિવસે જ ખેડૂતો ને વીજ પુરવઠો પુરો પાડવામાં આવે તેમજ પાવર કાપ સહિત સળંગ આપવામાં આવે હાલ શિયાળાની ઋતુ ચાલે છે તેથી ઠંડી નું પ્રમાણ પણ વધુ હોય તો દિવસ ની ખેડૂતો ને લાઈટ મળી રહે તે બાબતે યોગ્ય કરવા વિનંતી
(૩)
તા ૨૯/૧/૨૩ ના રોજ યોજવાની થતી જુનિયર ક્લાર્કની પરીક્ષા નું પેપર લીક થતા મોફુક રાખવાની સરકાર ને ફરઝ પડી જેના કારણે ગુજરાત ના નવ લાખથી વધુ વિધાર્થીઓ ને અગવડતા પડી છે તેમજ માનવ કલાક નું મોટા પાયે નુકસાન થયેલ છે તેમજ વિધાર્થીઓ ના ભવિષ્ય સાથે છેડા થતાં હોઈ તેમ લાગે છે તેમજ ગુજરાત માં અલગ અલગ ભરતી ના આજ સુધીમાં ૧૪ વાર પેપર લીક મામલો બહાર આવેલ છે તે એક ગંભીર બાબત ગણાય છે સરકાર શ્રી ને આ બાબત ની ગંભીરતા દાખવી ગુનેગાર ને કાયદા મુજબ ની કાર્યવાહી કરવામાં આવે તેમજ વિધાર્થીઓ ને યોગ્ય વળતર આપવામાં આવે સાથે જે વિધાર્થીઓ ની ઉંમર પુરી થતી હોય તેને પણ બંધ છોડ કરવામાં આવે તેમજ ભરતી પ્રક્રિયા માં નિતીરીતી માં ફેરફાર કરી યોગ્ય પરીક્ષા યોજવા માં આવે તેવી આમોની માંગ છે
જો આપના મારફત જરૂરી હુકમો સમય સર કરીને ભાવ વધારો પાછો ખેંચવા માટેની નહીં આવે તો નાછુટકે ગુજરાત ના લોકો હિતમાં આમ આદમી પાર્ટી ગુજરાત તેમજ પાલીતાણા દ્વારા ગાંધીચિંધ્યા માર્ગ આંદોલન કાર્યક્રમો હાથ ધરવાની ફરજ પડશે.
આમ આદમી પાર્ટીના આગેવાનો,ઝેડ,પી ખેની,અશ્વીનભાઈ માણીયા, દીપકભાઇ પંડ્યા, મયુરભાઈ ભમ્મર,એસ બી મોરી, ગોવિંદભાઈ પટેલ, પ્રવિણસિંહ ગોહિલ, વાઘેલા મુન્નાભાઈ, અલ્પેશભાઈ બારૈયા,ડીએલ સરવૈયા,રેશમાબેન શાહ, વિક્રમ ભાઈ ચોહાણ,કરમશીભાઈ કલ્યાણ ભાઈ,રાધવભાઈ રાણાભાઇ ગોહિલ, અનિલભાઈ ઉલ્વા,
0 Comments