


પાલીતાણા ખાતે સમકિત યુવક મંડળ (બોરીવલી) દ્વારા ,શ્રી ભીલવાસ પ્રાથમિક શાળાના બાળકોને ભેટ સ્વરૂપે દફતર, કંપાસ તથા સ્ટેશનરી અને વસ્ત્ર દાન થી પ્રોત્સાહિત કર્યા.
ગિરિરાજની ગોદમાં આવેલી શ્રી ભીલવાસ પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 8 ના 439 બાળકો તારીખ :-24-01-2023 ને મંગળવારના રોજ શ્રી સમકિત યુવક મંડળ (બોરીવલી) તથા ઓસ્ટ્રેલિયાથી આવેલા દાતાશ્રીઓ અને તેમના બાળકો સાથે, સવારની શુભ ઉર્જા સાથે ‘દાદા આદિનાથ’ તથા ‘ગિરિરાજ’ના જય જયકારના નાદમાં અંતરભાવથી જોડાયા, સમકિત યુવક મંડળના સભ્યો દ્વારા બાળકોને ગિરિરાજ પર પ્લાસ્ટિક કે અન્ય કોઈપણ પ્રકારના કચરાનું પ્રદૂષણ ન થાય,પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરવામાં આવે તથા આજુબાજુના વિસ્તારોમાં કચરો ન થાય, કચરાનો યોગ્ય નિકાલ થાય તે બાબતે સમજણ આપી. અને બાળકો દ્વારા લોકો સમક્ષ એક ઉત્તમ મેસેજ જાય તેવો શુભ વિચાર અને સંક્લ્પ આપવામાં આવ્યો,
શ્રી સમકિત યુવક મંડળ (બોરીવલી) દ્વારા આવેલા સભ્યો તથા ઓસ્ટ્રેલિયાથી આવેલા બાળકોએ શાળામાં બાળકો સમક્ષ પોતાના મંતવ્યો રજૂ કર્યા, તથા પૂર્વઆયોજન અનુસાર શાળાના દરેક બાળકોને ભેટ સ્વરૂપે દફતર, કંપાસ તથા સ્ટેશનરી અને વસ્ત્ર દાન સ્વરૂપે કૂર્તી આપી પ્રોત્સાહિત કર્યા, તથા શાળાને માઈક્રોફોન સાથેની ઉત્તમ સાઉન્ડ સિસ્ટમ વસાવવા માટે રૂપિયા 5000/- આપ્યા. શાળાના આચાર્યશ્રી, શિક્ષકો તથા વાલીગણ સમકિત મંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે,. .
મનિષ કટારીયા સાથે બાબુભાઈ વાઘેલા
0 Comments