શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ આયોજીત શ્રીબાલુડા ઘનશ્યામમહારાજનો ૧૮મો દિવ્ય પાટોત્સવ...

શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ આયોજીત શ્રીબાલુડા ઘનશ્યામમહારાજનો ૧૮મો દિવ્ય પાટોત્સવ પરમ પૂજય સદ્ગુરુ શાસ્ત્રીશ્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામી(પુજ્ય ગુરુજી)ની પ્રેરણા અને શુભ આશીર્વાદથી તારીખ 21-11-2022 સોમવારના રોજ અતિદિવ્યતા પૂર્વક ઉજવ્યો.શ્રી લોયાધામના આજુ બાજુ ગામના ભક્તો આ પ્રસંગનો લાભ પ્રાપ્ત કરવા માટે ઉમટી પડ્યા.પ્રાત:કાળે શ્રીબાલુડા ઘનશ્યામમહારાજનો દિવ્ય અભિષેક અને બપોરે ૧૨ કલાકે અન્નકૂટ આરતીના દર્શન કરીને સૌ ભાવિક ભક્તોએ ધન્યતા અનુભવી. આ પ્રસંગેને અનુલક્ષીને પૂજ્ય સંતોએ સદગુરુ શ્રી પ્રેમાનંદ સ્વામી કૃત ." વળી વખાણું લીલા લોયા ગામની, સુણતાં શ્રવણે પાતક પ્રલય થાય જો." આ ભગવાન સ્વામિનારાયણની લીલા સભર કીર્તન પર શ્રીલોયાધામની લીલાચરિત્રકથાનું ભક્તોને રસપાન કરાવ્યું હતું. પૂજ્ય સંતોએ જણાવ્યું હતું કે ભગવાનના ચરિત્રો ભવસાગર તરવા માટેનું જહાજ છે. શ્રીલોયાધામના ચરિત્રોનું શ્રવણકરીને સૌ ભક્તો ખુબ જ આનંદિત પામ્યા હતા. અહેવાલ કનુભાઈ ડી ખાચર

Post a Comment

0 Comments