અંકલેશ્વર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પબ્લિક સ્કૂલની વિદ્યાર્થિનીઓ ખો - ખો સ્પર્ધામાં ઝળકી.
હબ્સ ઓફ લર્નિંગ સંસ્થાન દિલ્હી બોર્ડ આયોજિત તેમજ ઇન્ટર સ્કૂલ અંતર્ગત પબ્લિક સ્કૂલ ખરોડ ખાતે યોજાયેલ ખો-ખો સ્પર્ધામાં ગુરુકુલની કન્યાઓએ મેદાન માર્યું. જિલ્લાની વિવિધ સ્કુલની ટીમ સામે આક્રમક દેખાવ કરીને પ્રથમ નંબરે આવતા અંકલેશ્વર તાલુકા તેમજ ગુરુકુલ સંસ્થાનનું ગૌરવ વધાર્યું હતું. આ આનંદની પળે સંસ્થાના વડા કૃષ્ણસ્વરૂપ શાસ્ત્રીજી તથા ટ્રસ્ટી કિશોરસરે શાળાના આચાર્યા, વિદ્યાર્થીનીઓ સહીત પી.ટી. ના શિક્ષકમિત્રોને જ્વલંત સફળતા મેળવવા બદલ ખુબ ખુબ અભિનંદન સાથે સરાહના કરી હતી.
0 Comments