*સાવર કુંડલા ના વંડા ગામથી થોડે દુર આવેલ મેકડા ગામની અનોખી પરંપરા*
*મેકડા ગામમાં ભક્તિભાવથી અગિયારસ ના પર્વની ઉજવણી*
રિપોર્ટર મુકેશ કંટારીયા ગારિયાધાર
હિન્દૂ ધર્મના લોકો અનેક દેવી દેવતાઓને ભક્તિ ભાવથી પૂજન અર્ચન કરે છે .તેમાં પણ શ્રી કૃષ્ણ એટલે લાલજી મહારાજ પર તો લોકોને અસીમ શ્રધ્ધા છે .ત્યારે આજ રોજ ગારીયાધાર થી વંડા જતા રોડ વચ્ચે આવતા ગામમાં ભક્તિભાવથી અગિયારસની ઉજવણી કરવામાં આવી હતી . આ ગામની એક વિશેષતા એ પણ છે કે અહીંયા જે લાલજી મહારાજની જગ્યા છે .તેનું સૌરાષ્ટ્ર ના ઇતિહાસમાં બોવ મોટું નામ છે . અહીંયા આવનાર ઘણા શ્રદ્ધાળુઓને પોતાની ઈચ્છા મુજબનું વર પ્રાપ્ત થાય છે . ત્યારે આજ રોજ જળજીલણી અગિયારસ હોવાથી મેકડા ગામમાં ભક્તિભાવથી આ પર્વની ઉજવણી કરવામાં આવી છે .ત્યારે વર્ષોથી ચાલી આવતી પરંપરા આજ પણ આ ગામના લોકોએ જાળવી રાખી હોઈ તેવું જણાય છે .
0 Comments