મહુવાના કાર્યદક્ષ અને ઇન્સ્પેક્ટર શ્રી ડી. ડી.ઝાલા ની બદલી થતાં તેમનો‌ નાગરિક ' વિદાય સન્માન ' નો કાર્યક્રમ યોજાયો.

" ‌મહુવાના કાર્યદક્ષ અને લોકપ્રિય પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી. ડી.ઝાલા ની બદલી થતાં તેમનો‌ નાગરિક ' વિદાય સન્માન ' નો કાર્યક્રમ યોજાયો. " તા.૩૧/૮/૨૦૨૧ નાં રોજ મહુવાના કાર્યદક્ષ અને અભૂતપૂર્વ લોકચાહના પ્રાપ્ત કરનારા પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી. ડી. ઝાલા ની ભાવનગર ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં થતાં તેમનો નાગરિક વિદાય સન્માન કાર્યક્રમ યોજાયો . જેમાં મહુવાના પ્રાન્ત અધિકારી શ્રી પંકજકુમાર વલવાઇ,જેસર ના પ્રાન્ત અધિકારી શ્રી વિકાસકુમાર રાતડા, મહુવા મામલતદાર શ્રી એન. કે. ગામી, ઇન્ચાર્જ પી.આઇ. શ્રી યજ્ઞેશકુમાર વ્યાસ, લોકસાહિત્યકાર/પી. એસ. આઈ. શ્રી ગંભીરસિંહ ગોહિલ , ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ શ્રી બચુભાઈ પટેલ, પત્રકાર એસોસિયેશન ના પ્રમુખ શ્રી દિનેશરાજ રાવલિયા , વકિલ મંડળ ના પ્રમુખ શ્રી હરેશભાઈ મહેતા ,સોની એસોસિયેશન ના પ્રમુખ શ્રી શૈલેષભાઈ સેતા , મહુવા સંદેશ બ્યુરો ચીફ/એડવોકેટ શ્રી રાજેશભાઈ વશિષ્ઠ , સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ શ્રી સલીમભાઈ બામુસા , પત્રકાર શ્રી નિલેશભાઈ શેલાણી , ઝુબેરભાઈ ગનેજા ( તેજાભાઇ ) , તાલુકા પંચાયત સદસ્ય શ્રી હરપાલસિંહ વાળા , એડવોકેટ શ્રી જે.બી.ચૌહાણ, શ્રી ગુણવંતભાઈ આહિર , શ્રી મુઝબીનભાઈ સોરઠીયા ,શ્રી સૈયદ સાલેહબાપુ , શ્રી મનિષભાઇ ( ગૌતમ સ્વિટ, ) ,ઘાંચી સમાજ ના અગ્રણીશ્રી ઉમરભાઈ કાળવાતર, કુમારસિહ સરવૈયા ,શ્રી દુલાભાઈ કલસરિયા (ભાદરા),અમર સ્ટીલ , શ્રી અમી ભોકીયા શ્રી મુર્તુઝા બદામી, તેમજ અન્ય સમાજના આગેવાનો , પોલીસ સ્ટાફ ,જી. આર. ડી. / એસ. આર. ડી, ટી.આર.બી. ના પ્રતિનિધિઓ ની હાજરી માં શ્રી ઝાલા સાહેબની સાડા અગિયાર મહિના જેવા ટૂંકા ગાળાની આમજનતા માટે ની ‌ઉમદા , ન્યાયસંગતની કૂનેહ પૂર્વક કામગીરી નાં ઉપસ્થિતો દ્વારા ભરપેટ વખાણ કરવા માં આવ્યા હતા.આ નાગરિક સન્માન કાર્યક્રમ શ્રી સલીમભાઈ બામુસા તથા મહેબૂબભાઈ કે.ટી.સી.નાં ગ્રૃપ નાં આયોજન માં પી.એસ.આઈ. અને લોકસાહિત્યકાર શ્રી ગંભીરસિંહ ગોહિલે લોકસાહિત્ય ની મર્માળુ વાતો કરી મનોરંજન પીરસ્યું હતું. કાર્યક્રમ નું સંચાલન શ્રી દિનેશરાજ રાવલિયા બખૂબી નિભાવ્યું હતું.

Post a Comment

0 Comments