જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે શૈલેષભાઈ વી . વઢવાણા એડવોકેટ એન્ડ નોટરી ઓફીસનું શુભઆરંભ

ઓફીસનું શુભઆરંભ જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે શૈલેષભાઈ વી . વઢવાણા એડવોકેટ એન્ડ નોટરી તેઓએ આ ટીંબી ગામે ઓફીસનું ઉદઘાટન વિજયાદશમીના પવીત્ર તહેવારે એક નાની બાળા નેહા વઢવાણાના વરદ હસ્તે કરવામાં આવેલ આ ઓફીસ શ્રી ભગવતી કોપ્લેક્ષ મેઈન બજારમાં ખુલવાથી ટીંબી ગામ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના કોર્ટ કચેરીને લગતા કાર્યો જેમ કે નોટરી કરવી તેમજ અને યુવા વર્ગને માટે રોજગારી માટેની અને શૈક્ષણીક કાર્યો એપ્લીકેસન વગેરે કાર્યો માટે એક નવું સોપાન શરૂ થયેલ છે આ ઓફીસ ખુલવાથી લોકોના નોટરી અંગેના કાર્યો તેમજ કોમ્યુટર જોબવર્ક માટે આસાન કાર્ય બની ગયુ છે ટીંબી તેમજ આજુબાજુની જનતા માટે સુવીધા પ્રાપ્ત થઈ છે આ ઓફીસ ખુલવાથી જનતામાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે અને આ પ્રસગે ટીંબી તથા જાફરાબાદ શહેરના અગ્રણી હસમુખભાઈ ભટ્ટ , પત્રકાર શ્રી કાળુભાઈ કનોજયા તથા હેમાળ ગામના સામજીભાઈ નાગર , વિનુભાઈ દાફડા તથા ટીંબી ગામના વેપારી રહીમભાઈ લાલાણી , અજીમભાઈ મુરજાણી , ઉસમાનભાઈ તથા બાબુભાઈ બાંભણીયા મહેન્દ્રભાઈ નાગર અને વિનોદભાઈ કિડેચા એડવોકેટ , ભરતભાઈ બાંભણીયા વિગેરે ઉપસ્થિત રહેલ આ પ્રસગે જાફરાબાદના સીટી જન ફોરમ ઓન હુમ્ન રાઈટસ ( એન.જી.ઓ ) ના ચેરમેન એચ . એમ . ઘોરી સાહેબે તથા પ્રેસ રીપોટર બાબુભાઈ વાઢેળ શુભેચ્છા સંદેશ પાઠવેલ આ ઓફીસ શરૂ થવાથી જનતામાં આનંદની લાગણી રિપોર્ટર કાળુશા કનોજીયા સાથે દિલાવર ખાન પઠાણ જાફરાબાદ

Post a Comment

0 Comments