ભાવનગરમાં શ્રી દક્ષિણામૂર્તિ વિનય મંદિર દ્વારા અટલ ટીંકરીંગ લેબ ટેકનોલોજી પ્રદર્શન યોજાયુ
ભાવનગરમાં શ્રી દક્ષિણામૂર્તિ વિનય મંદિર દ્વારા અટલ ટીંકરીંગ લેબ ટેકનોલોજી પ્રદર્શનનું આયોજન તા. ૧૬-૦૨-૨૩ બપોરે ૧૨ થી ૫ દરમિયાન રાખવામાં આવ્યું હતું.
પ્રદર્શનમાં ભાવનગરની વિવિધ શાળાઓ દ્વારા ૨૦ જેટલી એડવાન્સ ટેકનોલોજીને લગતી કૃતિઓ બનાવી તેનું પ્રદર્શન રાખવામાં આવ્યું
હતું. આ પ્રદર્શન નિહાળવા શાળાના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
આ પ્રદર્શનમાં શ્રી દક્ષિણામૂર્તિ વિનય મંદિર ટ્રસ્ટીશ્રી તેજસભાઈ દોશી, શ્રી દક્ષિણામૂર્તિ વિનય મંદિર મેનેજિંગ ટ્રસ્ટીશ્રી ડો. ધીરેન્દ્રભાઈ મુનિ તેમજ અટલ લેબના વડાશ્રી ઉપેન્દ્રભાઈ જાની સહિતના આગેવાનો ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી હતી.
રિપોર્ટર ઐયુબ રાઠોડ ભાવનગર
0 Comments