પાલીતાણામાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત વારસદારને બે લાખનો ચેક અર્પણ કરાયો

પાલીતાણામાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત વારસદારને બે લાખનો ચેક અર્પણ કરાયો ------ પાલીતાણામાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત વારસદારને બે લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. પાલીતાણાના દાણાપીઠ વિસ્તારમાં આવેલ રાષ્ટ્રીયકૃત યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા શાખામાં રફિકભાઈ લાખાણી રહે.ખાટકીવાસ હાથીયાધાર વિસ્તાર એ પોતાના એકાઉન્ટમાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ વીમો કરાવ્યો હતો જે વીમો ૪૩૬ રૂપિયાનો વીમો પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત કરવામાં આવ્યો હતો જેમાં વર્ષ ૨૦૨૨ માં તેમનું કેન્સરના રોગના કારણે તેનું અવસાન થતાં તેના વારસદાર જીન્નતબેન લાખાણીને બે લાખ રૂપિયાની સહાય યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની પાલીતાણા શાખા દ્વારા મંજૂર કરાવી તેના વારસદારના ખાતામાં બે લાખનો ચેક જમા કરાવી આપવામાં આવ્યો પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ વારસદારને બે લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો જેમાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર સહિત સ્ટાફ જોડાયો હતો અને વારસદારને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો વધુમાં મેનેજર એ જણાવ્યું હતું કે સરકારની પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમાનો સૌ લોકોએ લાભ લેવો જોઈએ ------

Post a Comment

0 Comments