એક્સેલન્ટ યુવક મંડળ દ્વારા સોસીયા શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે ગાયો માટે અવેડા બનાવ્યા..

એક્સેલન્ટ યુવક મંડળ દ્વારા સોસીયા શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે ગાયો માટે અવેડા બનાવ્યા... અલંગ સોસીયા શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે ગાયો અને અન્ય પશુધન યાર્ડમાં હરતા ફરતા હોવાથી પશુધનને પાણી પીવાની ખૂબ જ મુશ્કેલી રહેતી હતી તેને ધ્યાનમાં રાખીને હાલમાં સોસીયા શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે વિવિધ પ્લોટો ની સામે અને ખાસ નાના ગોપનાથ ખાતે એક્સેલન્ટ યુવક મંડળ દ્વારા સોસીયા શિપ યાર્ડ ના જાણીતા ઉદ્યોગપતિ ના સહયોગથી વિવિધ જગ્યાએ અવેડાઓ બનાવવામાં આવેલ છે. અવેડાઓમાં નિયમિત પાણી ભરાય તે માટે સંસ્થા દ્વારા ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે. આગામી દિવસોમાં ઉનાળાના સમયને ધ્યાનમાં રાખીને અન્ય ઉદ્યોગપતિના સહયોગથી અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે અવેડાઓ અને મજૂરો માટે રસ્તા ઉપર ગરમીના સમયમાં ઠંડુ પાણી મળી રહે તે હેતુથી કુલર દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. સામાજિક કાર્યોમાં ઉદ્યોગપતિઓ સંસ્થાને સહયોગ આપે એવી પણ અપીલ કરવામાં આવે છે. સોસીયા શિપ બેકિંગ યાર્ડ ખાતે પ્લોટ નંબર ૧૪૭ સામે ઉનાળા સમયમાં આરામ અને શાંતિથી બેઠી શકે અને રાત્રિના સમયે તેમજ રજાના દિવસોમાં મનોરંજન માણી શકે તે હેતુથી ટીવી સાથે બેઠક વ્યવસ્થા સંસ્થા દ્વારા ઉભી કરવામાં આવશે તેમ સંસ્થાના પ્રમુખ સુખદેવસિંહ ગોહિલ સોસીયા દ્વારા જણાવવામાં આવે છે. કેમેરામેને ફિરોઝ મલેક સાથે અયુબ રાઠોડ,ભાવનગર

Post a Comment

0 Comments