
મહુવા તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘ લિમિટેડના મતદાર મંડળ નં.૩ તથા મતદાર મંડળ- ૧૦ ની પેટા ચૂંટણીની તારીખો જાહેર કરાઇ
---------
ગુજરાત નિર્દિષ્ટ સહકારી મંડળીઓની સમિતિઓની ચૂંટણી બાબત નિયમો-૧૯૮૨ ના નિયમ- ૧૬ થી મળેલ સત્તાની રૂએ જિલ્લા રજિસ્ટ્રારશ્રી, સહકારી મંડળીઓ, ભાવનગર સાથે વિચાર વિનિમય કર્યા અનુસાર શ્રીમતી કે.એસ. પ્રજાપતિ, પ્રાંત અધિકારીશ્રી, મહુવા... મહુવા તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘ લિમિટેડ નામે ઓળખાતી સહકારી મંડળીના મતદાર મંડળ નં.૩ તથા મતદાર મંડળ- ૧૦ ના સભ્યનું અવસાન થયેથી મંડળની પેટા ચૂંટણી માટેની તારીખો જાહેર કરેલ છે.
તદઅનુસાર ઉમેદવારી પત્ર ભરવાની તા. ૧૮-૧૦-૨૦૨૨, ઉમેદવારી પત્ર ચકાસણી માટેની તા.૨૦-૧૦-૨૦૨૨, માન્ય ઉમેદવારી પત્રોની યાદી પ્રસિધ્ધ કરવાની તા.૨૧-૧૦-૨૦૨૨, ઉમેદવારી પત્રો પરત ખેંચવાની તા. ૨૭-૧૦-૨૦૨૨, આખરી યાદીની તા.૨૮-૧૦-૨૦૨૨, મતદાનનો સમયઃ ૦૯-૦૦ થી ૧૬-૦૦ કલાક સુધી મહુવા તાલુકા ખરીદ વેચાણ સંઘ લિમિટેડ, વાસી તળાવ, મહુવા રહેશે.
આ ઉપરાંત મત ગણતરીની તા. ૦૮-૧૧-૨૦૨૨, ૧૧-૦૦ કલાકે તે જ સ્થળે રહેશે અને મતદાનનું પરિણામ મતદાનની ગણતરી બાદ તુરંત જ જાહેર કરવામાં આવશે તેમ ચૂંટણી સત્તાધિકારી નિર્દિષ્ટ સહકારી મંડળીઓ અને પ્રાંત અધિકારી, મહુવાએ જણાવ્યું છે.
૦૦૦૦૦૦
0 Comments