
ભાવનગર શહેર ના
ઘરફોડ ચોરીઓનાં કુલ-૩ ગુન્હાઓનો ભેદ ઉકેલી રૂ.૧,૧૮,૧૦૦/-નાં મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબે લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ તથા પો.સબ ઇન્સ.શ્રી એન.જી.જાડેજા, પી.આર. સરવૈયા અને એલ.સી.બી.નાં સ્ટાફને ભાવનગર જીલ્લામાં થતી મિલ્કત સંબંધી/વાહન ચોરી સંબંધી ગુન્હાઓ શોધી કાઢી આરોપીઓને ઝડપી લેવા સુચના આપેલ.
આજરોજ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં મિલ્કત સંબંધી વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે પેટ્રોલીંગમા હતા.તે દરમ્યાન,એ.એસ.આઇ. મહિપાલસિંહ ગોહિલને બાતમીરાહે મળેલ હકિકત આધારે
અગાઉ ઘરફોડ ચોરીના ગુન્હાઓમાં પકડાયેલ (૧) આદિલ ઉર્ફે તપેલી S/O મહેબુબભાઇ સલેમાનભાઇ મલેક ઉ.વ.૨૧ ધંધો-મજુરી રહે.શેરી નંબર-૦૨,મફતનગર,એકતા નગર,મોતીતળાવ,કુંભારવાડા, ભાવનગર (૨) નાસીર હુસૈન ઉર્ફે નાગ S/O લીયાકતહુસૈન રફાઇ ઉ.વ.૧૯ ધંધો-રી.ડ્રા. રહે.ઝુબીબેનના મકાનની પાસે આવેલ દરગાહમાં, અવેડા પાસે, કુંભારવાડા,ભાવનગર વાળા કુંભારવાડા,મોતી તળાવ રોડ પરથી થેલા-૨ સાથે મળી આવેલ. તેઓ બંને પાસેથી નીચે મુજબનો કુલ રૂ.૧,૧૮,૧૦૦/-નો મુદ્દામાલ શક પડતી મીલ્કત ગણી Cr.P.C. કલમ-૧૦૨ મુજબ કબ્જે કરી બંનેને હસ્તગત કરી પુછપરછ દરમ્યાન તેઓ બંનેએ આજથી પંદરેક દિવસ પહેલાં રાત્રીનાં સમયે હાઇકોર્ટ રોડ ઉપર આવેલ પોસ્ટ ઓફિસ સામેનાં મેડિકલ સ્ટોરમાંથી રોકડ રૂ.૧૧,૦૦૦/-, આજથી સાતેક દિવસ પહેલાં રાત્રીનાં સહયોગ સોસાયટી, ચિત્રા-સીદસર રોડ તથા સત્યનારાયણ સોસાયટી, હાદાનગર,ભાવનગરથી બંને રહેણાંક મકાનમાંથી ચોરી કરેલ.જે ચોરીમાં સોના-ચાંદિનાં દાગીનાં તથા રોકડ મળેલ.તે પૈકી અમુક સોનાનો મુદ્દામાલ જામનગર ખાતે વેચાણ કરેલ તેના રોકડા રૂપિયા હોવાની કબુલાત કરેલ. જેથી તેઓ બંનેને આગળની વધુ કાર્યવાહી થવા માટે બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ.
કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ
1. રાધા ક્રિષ્નના ચીત્રવાળુ સોનાનુ જુનુ હુલડુ-૦૧ 2. સાદી કાંડા ઘડિયાળ-૦૧
3. સોનાની જેન્ટસની વીંટી-૦૨ 4. રોકડ રૂ.૫૯,૦૦૦/-
5. કાળા-સફેદ મોતીવાળું ચાંદીનું મંગળસુત્ર-૦૧ 6. લોખંડનો ગણેશીયો-૦૧
7. સોનાનો સેટ-૦૧ 8. લીલા કલરનાં હાથાવાળુ મોટુ પેચીયુ-૦૧
9. દેશી ઘાટનાં ચાંદીનાં મોટા ચુડા (બલોયા) જોડ-૦૧ 10. થેલા નંગ-૦૨
11. ચાંદીનો ટુકડો-૦૧
શોધી કાઢવામાં આવેલ ચોરીનાં ગુન્હાઓ 1. બોરતળાવ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૭૫૫/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ
2. બોરતળાવ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૭૮૧/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ
3. ગંગાજળીયા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૫૮૧/૨૦૨૨ ઇ.પી.કો.કલમફ-૪૫૭,
૩૮૦ મુજબ
આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ
આ પકડાયેલ બંને આરોપીઓ અગાઉ પણ ચોરીનાં ગુન્હાઓમાં પકડાય ગયેલ છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ
પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પોલીસ સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં મહિપાલસિંહ ગોહિલ,રાજેન્દ્દસિંહ સરવૈયા,જયરાજસિંહ જાડેજા,વનરાજભાઇ ખુમાણ,ભહિપાલસિંહ ચુડાસમા,અરવિંદભાઇ બારૈયા, સંજયભાઇ ચુડાસમા, હસમુખભાઇ પરમાર
*રિપોર્ટર અયુબ રાઠોડ ભાવનગર*
0 Comments