
ઉપલેટામાં રમજાન માસ દરમ્યાન S.S.S.ગ્રૂપ કિંગ સ્ટાર ગ્રૂપ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું
રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં S.S.S.ગ્રૂપ કિંગ સ્ટાર ગ્રૂપ દ્વારા R. P. L. રમજાન પ્રીમિયર લીગ ક્રિકેટ ટીર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રમજાન માસ દરમ્યાન 22 ટીમે ભાગ લીધો હતો.જેમાં ફાઇનલ માં તલાશ ઇલેવન તેમજ માંહી ઇલેવન ટિમ દ્વારા મેચ રમવામાં આવ્યો હતો જેમાં તલાશ ઇલેવન ટિમ વિનર થતા તેમને સિલ્ડ અને રોકડ પુરસ્કાર ઇનામ આપવામાં આવ્યા હતા
રમજાન માસ ના તહેવાર દરમ્યાન ઉપલેટામાં ઘણા વર્ષો થી ટુર્નામેન્ટ મેચ નું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં હાલ વોર્ડ નં 9 ના નગરપાલિકા રિયાજભાઈ હિંગોર દ્વારા તમામ આયોજન કરી રમજાન માસ માં ટુર્નામેટ નું આયોજન કરી યુવાનોને પ્રોત્સાહિત કરવામાં આવે છે તેમજ પ્રથમ વિનર ટીમને સિલ્ડ તેમજ રોકડ પુરસ્કાર ઇનામ આપી સન્માન કરવામાં આવે છે
દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ઉપલેટા માં રમજાન માસ માં રમાંતા આ ટુર્નામેન્ટ માં વિજેતા થયેલ તલાશ ઇલેવન ટીમને રિયાજભાઈ હિંગોરા દ્વારા પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતાઆયોજક ફેજાન પઠાણ આશિક મેમણ સાજીદ સુમરા, બબલુ બાપુ હનીફભાઇ કોડી દિલાવર ભાઇ હિંગોરા અબ્દુલ બાપુ હાજીભાઇ બગસરા વાળા અને આગેવાન મુસ્લિમ આગેવાન હાજર રહિયા હતા
રિપોર્ટર:- ભાવેશ ગોહેલ
ઉપલેટા
0 Comments