તળાજા શહેરના દીનદયાળ નગર વિસ્તારના મકાનમાં તસકરો ત્રાટક્યા
રોકડ રકમ અને સોના ચાંદીના ઘરેણાની ચોરી થતાં પોલીસે તપાસ હાથ ધરી છે
તળાજા શહેર તાલુકામાં તહેવારોને ધ્યાને રાખીને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે તેમ છતાં પણ મારામારી અને ચોરી જેવા ગંભીર ગુનાઓ બની રહ્યા છે ત્યારે આ ક્રાઇમની ઘટનામાં વધુ એક ચોરી નો બનાવ બનવા પામ્યો છે જે તળાજા શહેરના દીનદયાળ નગર વિસ્તારમાં અને મોક્ષ ધામ તરફ જતા રસ્તા પર આવતાં એક કાચા મકાનમાં ચોરી થવા પામી છે અહીં એક દીકરીનું તાજેતરમાં જ સગાઈ થયેલ હોય જેમાં સગાઈ માં આવેલા સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ રકમ સહિત લાખો રૂપિયાની ચોરી થવા પામી છે બનાવને લઇને પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે જોકે આ ઘટનામાં ટોટલ કેટલા રૂપિયા અને કેટલા ઘરેણાની ચોરી થઈ છે તે સત્યને ખરી હકીકત પોલીસ તપાસ બાદ બહાર આવશે..
------------
રિપોર્ટર મુકેશ કંટારીયા ગારિયાધાર
0 Comments